સેવઈ ઉપમા - sewai upma

સેવઈ ઉપમા - sewai upma

Seviyan Upma

સેવઈ ઉપમા

સામગ્રી:

  • ૫૦ ગ્રામ રવાની સેવ,
  • ૩ ચમચી સમારેલ ડુંગળી,
  • ૩ ચમચી સમારેલ ટામેટા,
  • ૨ ચમચી સમારેલ કેપ્સીકમ,
  • ૨ ચમચી સમારેલ ગાજર,
  • અન્ય સામગ્રીઓ, ૧ ચમચી મેથી,
  • ૧ ચમચી અડદની દાળ,
  • ૨ ચમચી મગફળીના બી,
  • ૩-૪ ચમચી લીલી મરચી,
  • ૭-૮ લીંબડાના પાંદ,
  • નમક સ્વાદ અનુસાર,
  • ૩ ચમચી તેલ,
  • સજાવટ માટે,
  • થોડી કોથમીર

રીત:

  • સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરી, તેમાં સેવ ઉમેરી ૨-૩ મિનીટ સુધી મધ્યમ આંચ પર શેકી લો, ધ્યાન રાખો કે સેવ તેનો કલર બદલે નહી, તેથી તેને સતત હલાવતા રહો,
  • હવે તેને એક બાઉલમાં લઇ લો, હવે તે જ કડાઈમાં ૨ ચમચી તેલ નાખો, તેમાં બીને નાંખી થોડી મીનીટો સુધી શેકી લો, ત્યારબાદ તેને બાઉલમાં લઇ લો,
  • હવે તેમાં મેથી અને અડદની દાળ નાંખી તેને ફૂટવા લાગે ત્યારબાદ તેમાં લીલી મરચી, લીંબડાના પાંદ નાંખી તેને થોડી વાર સાંતડો, હવે તેમાં ગાજર નાંખી થોડી વાર સાંતડો,
  • હવે તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સીકમ નાંખી બધીજ સામગ્રીઓને થોડી વાર પકાઓ, હવે તેમાં નમક, શેકેલી સેવ, થોડું પાણી નાંખી ઢાંકી દઈ સેવ પાકી જાય ત્યાં સુધી પકાઓ,
  • તેને દરેક મીનીટે હલાવતાં રહો જેથી તે બળે નહી, જયારે સેવ સરખી રીતે પાકી જાય ત્યારે તેમાં તળેલા બી નાંખી સેવઈ ઉપમાને સર્વિંગ પ્લેટમાં લઇ, કોથમીર વડે સજાવી સર્વ કરો.

Comment As:

Comment (0)