સેવઈ ઉપમા - sewai upma
સેવઈ ઉપમા - sewai upma
- By Admin --
- Wednesday, 03 Mar, 2021

સેવઈ ઉપમા
સામગ્રી:
- ૫૦ ગ્રામ રવાની સેવ,
- ૩ ચમચી સમારેલ ડુંગળી,
- ૩ ચમચી સમારેલ ટામેટા,
- ૨ ચમચી સમારેલ કેપ્સીકમ,
- ૨ ચમચી સમારેલ ગાજર,
- અન્ય સામગ્રીઓ, ૧ ચમચી મેથી,
- ૧ ચમચી અડદની દાળ,
- ૨ ચમચી મગફળીના બી,
- ૩-૪ ચમચી લીલી મરચી,
- ૭-૮ લીંબડાના પાંદ,
- નમક સ્વાદ અનુસાર,
- ૩ ચમચી તેલ,
- સજાવટ માટે,
- થોડી કોથમીર
રીત:
- સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરી, તેમાં સેવ ઉમેરી ૨-૩ મિનીટ સુધી મધ્યમ આંચ પર શેકી લો, ધ્યાન રાખો કે સેવ તેનો કલર બદલે નહી, તેથી તેને સતત હલાવતા રહો,
- હવે તેને એક બાઉલમાં લઇ લો, હવે તે જ કડાઈમાં ૨ ચમચી તેલ નાખો, તેમાં બીને નાંખી થોડી મીનીટો સુધી શેકી લો, ત્યારબાદ તેને બાઉલમાં લઇ લો,
- હવે તેમાં મેથી અને અડદની દાળ નાંખી તેને ફૂટવા લાગે ત્યારબાદ તેમાં લીલી મરચી, લીંબડાના પાંદ નાંખી તેને થોડી વાર સાંતડો, હવે તેમાં ગાજર નાંખી થોડી વાર સાંતડો,
- હવે તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સીકમ નાંખી બધીજ સામગ્રીઓને થોડી વાર પકાઓ, હવે તેમાં નમક, શેકેલી સેવ, થોડું પાણી નાંખી ઢાંકી દઈ સેવ પાકી જાય ત્યાં સુધી પકાઓ,
- તેને દરેક મીનીટે હલાવતાં રહો જેથી તે બળે નહી, જયારે સેવ સરખી રીતે પાકી જાય ત્યારે તેમાં તળેલા બી નાંખી સેવઈ ઉપમાને સર્વિંગ પ્લેટમાં લઇ, કોથમીર વડે સજાવી સર્વ કરો.