દહીં ના કબાબ - Dahi Kabab
દહીં ના કબાબ - Dahi Kabab
- By Admin --
- Wednesday, 03 Mar, 2021

દહીં ના કબાબ
સામગ્રી:
- ૧૦૦ ગ્રામ ટાંગેલું દહીં,
- ૩ ચમચી કોર્ન ફ્લોર,
- ૧ ચમચી સમારેલ ડુંગળી,
- ૧ ચમચી બ્રેડ ક્રમબ,
- અન્ય સામગ્રીઓ,
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ,
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર,
- ૧ ચમચી કોથમીર,
- નમક સ્વાદ અનુસાર,
- ૧/૮ ગરમ મસાલો,
- ક્બાબને તળવા માટે તેલ
રીત:
- સૌ પ્રથમ ટાંગેલા દહીને એક બાઉલમાં લો, ધ્યાન રાખો કે તેમાં થોડું પણ પાણી ન હોવું જોઈએ, તેમાં લાલ મરચું પાવડર, નમક, કોથમીર અને સમારેલ ડુંગળી ઉમેરો,
- હવે તડકા માટેની કડાઈમાં ૧ ચમચી જેટલું તેલ લઇ તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી થોડી સેકન્ડ માટે સાંતડો, હવે આ તડકાને દહીંમાં ઉમેરો અને સરખી રીતે મિક્ષ કરો,
- હવે તેમાં બ્રેડ ક્રમબ ઉમેરો જેથી પાણી શોષાય જશે અને તેનું મિક્ષ્ચર લોટની જામ બાંધી શકાય તેવું બની જશે, હવે તેમાંથી નાની નાની ટીક્કી અથવા કબાબ બનાવી લો અને તેને કોર્ન્ફ્લોરમાં રગદોળી લો,
- હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ટિક્કી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી તળી લો, હવે આ ટિક્કીને સર્વિંગ પ્લેટમાં લઇ ડુંગળી, લીંબુ અને કોથમીરની ચટની સાથે સર્વ કરો.