ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્યક્ષ અધ્યાયન પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્ય ડિપ્લોમા અભ્યાસક્રમો
ડિપ્લોમાં ના અભ્યાસક્રમો...
- By Admin --
- Monday, 25 Apr, 2022

ડિપ્લોમાં ના અભ્યાસક્રમો
ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્યક્ષ અધ્યાયન પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્ય ડિપ્લોમા અભ્યાસક્રમો માં પ્રવેશ કેન્દ્રીય ડિપ્લોમાં પ્રવેશ સમિતિ (Central Diploma Admission Committee - CDAC) દ્વારા આપવામાં આવે છે.આ ડિપ્લોમાં અભ્યાસક્રમો ને કુલ પ જૂથમાં વહેંચવામાં આવ્યા છે. ધોરણ ૧૦ પછીના ડિપ્લોમાં ઇજનેરી અભ્યાસક્રમો અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત નીચે જણાવેલ છે. ૧. સિવિલ એન્જીનીયરીંગ ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૨. મિકેનિકલ એન્જીનીયરીંગ ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૩. ઇલેકટ્રિકલ એન્જીનીયરીંગ ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૪. કેમિકલ એન્જીનીયરીંગ ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૫. પ્રિન્ટીંગ ટેકનોલોજી ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૬. સિરામિક ટેકનોલોજી ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૭. આર્કિટેકચર આસિસ્ટિન્ટશિપ ૭ સેમેસ્ટેર (૧ સે. ટ્રેનિંગ લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૮. ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૯. મેટલર્જી ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૧૦. ટેક્ષટાઈલ્સ મેન્યુફેક્ચરીંગ ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૧૧. ટેક્ષટાઈલ્સ પ્રોસેસિંગ ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ૧૨. માઇનિંગ એન્જીનીયરીંગ ૬ સેમેસ્ટેર લાયકાત : એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ ડિપ્લોટમાં એન્જીનીયરીંગ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો જોઇએ? સૌ પ્રથમ તો એક સ્પષ્ટતા ખાસ કરવાની જરૂર છે કે ડિપ્લોયમાં એડમિશન માટે ફોર્મ જમા કરાવતી વખતે, કયા ડિપ્લોમાં કે કઇ કોલેજમાં એડમિશન જોઇએ છે તે પસંદગી દર્શાવવાની નથી. જ્યારે એડમિશન માટે બોલાવવામાં આવે ત્યાારે જ આપણે આપણી પસંદગી (કયા ડિપ્લોમાં અભ્યાસક્રમ, કઇ સંસ્થા) દર્શાવવાની છે. સામાન્યઆ રીતે જે મિત્રો એન્જીનીયરીંગ ક્ષેત્રમાં જ કારકિર્દી ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવા ઇચ્છાતા હોય, પરંતુ ધોરણ ૧૨ સાયન્સના અભ્યાસક્રમમાં ઓછા ટકા આવ્યા હોય કે ‘ધોરણ ૧૨ સાયન્સ માં ઓછા ટકા આવશે તો ? એવી શંકા હોય તેઓ આ ધોરણ ૧૦ પછીના ડિપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાનું પસંદ કરે છે. ડિપ્લોમાં એન્જીનીયરીંગ માં કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો તે સવાલ લગભગ દરેક વિધાર્થી કે વાલીને મૂંઝવે છે. કયો અભ્યાસક્રમ સારો તે કઇ રીતે નક્કી કરવું ? જો કે કોઇ પણ ડિપ્લોમાં અભ્યાસક્રમ સારો કે ખરાબ એમ વર્ગીકૃત ન જ કરી શકાય. જે અભ્યાસક્રમ માં વિદ્યાર્થીને રસ પડે તે જ કોર્સ સારો કહેવાય. દા.ત. ઓટોમોબાઇલ એન્જિનીયરીંગ એ એક બહુ જ સારો અભ્યાસક્રમ છે. પરંતુ જે વ્યક્તિ જરા પણ ‘હાથ કાળા કરવા’ ન તૈયાર હોય તેને તેમાં જરા પણ રસ નહિ પડે. આથી આપણને જે અભ્યાસક્રમમાં રસ પડે તેવો જ અભ્યાસક્રમ પસંદ કરવો. કારણ જેમાં interest હોય તે કોર્સમાં વધુ સારી રીતે અભ્યાસ કરી શકાય. આપણને કયા કોર્સમાં interest પડશે અથવા કયો કોર્સ સારો રહેશે તે નક્કી કરવા તમારે જાતે જ survey કરવો પડશે, કેટલાક સવાલોના જવાબ મેળવવા પડશે. જેમકે જે તે ડિપ્લોમાં અભ્યાસક્રમ માં શું શીખવવામાં આવે છે, જે તે કોર્સ કર્યા પછી ઉચ્ચ્ અભ્યાસની, સ્વરોજગારીની, નોકરીની તકો કેવી છે, કયા ફીલ્ડ માં છે? આ સવાલોના જવાબ પરથી જ આપણી પસંદગીના ત્રણ-ચાર ડિપ્લોમાં અભ્યાસક્રમ નક્કી કરવા. આ અભ્યાસક્રમો કઇ શિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ છે તે જાણી જે તે સંસ્થાઓ વિશે પણ માહિતી મેળવવી. (ભૂતપૂર્વ) વિદ્યાર્થીઓને પણ મળી શકાય.