આલું સમોસા - Aloo Samosa

આલું સમોસા - Aloo Samosa

આલું સમોસા

આલું સમોસા

સામગ્રી:

 • ૪ કપ મેંદો,
 • ૧/૪ કપ દેસી ઘી,
 • નમક સ્વાદ અનુસાર,
 • સ્ટફીંગ બનાવવા માટે,
 • ૮ મધ્યમ કદનાં બાફેલ અને છોલેલ બટાટા,
 • થોડા લીલા વટાણા,
 • ૧ ૧/૨ ઈંચનું સમારેલ આદું,
 • ૧ સમારેલ લીલી મરચી,
 • થોડી કીસમીસ,
 • થોડા કાજુ નાના ટુકડાઓમાં કાપેલ,
 • ૧ ચમચી જીરું,
 • ૧/૨ ચમચી ગરમ મસાલો,
 • ૧/૨ ચમચી આમચૂર પાવડર,
 • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર,
 • ૧ ચમચી ધાણા પાવડર,
 • ૧ ચમચી વરીયાળી પાવડર,
 • ચપટી હીંગ,
 • નમક સ્વાદ અનુસાર

રીત:

 • સૌ પ્રથમ ૧ ચમચી જેટલું નમક મેંદામાં ઉમેરી, ૧/૪ કપ દેસી ઘી ઉમેરી મિક્ષ કરી લો, મિશ્રણ થોડું બરડ હોવું જોઈએ જો ન હોઈ તો તેમાં ઘી વધુ અથવા ઓછુ ઉમેરેલ છે,
 • હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો, લોટ પુરીના લોટથી થોડો કઠણ એવો બાંધો. તેને હવે ૨૦ મિનીટ માટેનો રેસ્ટ આપી દો,
 • સ્ટફીંગ માટે, હવે કડાઈમાં થોડું દેસી ઘી ગરમ કરી, ઘી ગરમ થઇ જાય ત્યારે તેમાં કાજુ ઉમેરી, તેને થોડી વાર તળી બાઉલમાં કાઢી લો, કાજુને ખુબજ ગરમ ઘી માં ન તળો,
 • હવે તેજ ઘીમાં જીરું, ધાણા પાવડર, વરીયાળી, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચપટી હીંગ નાંખી બધુજ મિક્ષ કરી લો, હવે તેમાં વટાણા, આદું, લીલા મરચા ઉમેરી મિક્ષ કરી લો,
 • બધીજ સામગ્રીઓને થોડી વાર માટે સાંતળો અને બટાટાને મેશ કરી લો, અને બન્નેને મિક્ષ કરી લઇ તેમાં નમક અને આમચૂર પાવડર ઉમેરો, હવે બટાટાને અન્ય મસાલાઓ સાથે મિક્ષ કરી થોડી મીનીટો માટે પકાઓ,જયારે મિક્ષ્ચર સરખી રીતે પાકી જાય ત્યારે તેમાં કાજુ અને કીસમીસ ઉમેરી મિક્ષ કરી લો, અને ગેસ બંધ કરી બટાટાનું સ્ટફીંગ એકબાજુ કાઢી લો,
 • હવે સમોસા જેવડી સાઈઝના બનાવવા હોઈ તેટલો લોટ લઇ તેને લાંબુ વણી લો, હવે તેને બે ભાગમાં કાપી લો, હવે કિનારી પર મેંદાના લોટની સ્લરી લગાવી તેને સમોસાનો શેપ આપી દો,
 • કિનારીને સરખી રીતે દબાવો જેથી તે ચોંટી જાય, તેને કોન જેવો શેપ આપી વચ્ચે થોડું સ્ટફીંગ મૂકી તેને બંધ કરી દો, હવે સમોસા રેડી છે,
 • તો તેને તળવા માટે તેલ ગરમ કરી બધાજ સમોસાઓને મધ્યમ તાપમાન પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો, તેને દર મિનટે બધી બાજુ એથી ફેરવતા રહો જેથી તે બધીજ બાજુથી સરખી રીતે તળાઈ જાય,તેને ૮-૧૦ મિનટ સુધી તળ્યા બાદ એક પ્લેટમાં કાઢી લઇ ટોમેટો કેચપ અથવા અનુ કોઈ ચટની સાથે સર્વ કરો.

Comment As:

Comment (0)