Best Gujarati Suvichar, Quotes - 2021 Best Gujarati Suvichar, Quotes - 2021
Monday, 22 Mar 2021 00:00 am

Intense Clue is your destination for everything from health, wellness, quotes, recipes, spirituality, technology, jokes, entertainment, IPO update.

વાતો નહીં કામ મોટા કરો,
કેમ કે અહીં લોકોને સંભળાય છે ઓછું 
અને દેખાય વધારે છે  !!

x - x - x - x

સંબંધોમાં આનંદ ત્યાં જ હોય સાહેબ,
જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય !!

x - x - x - x

જેમણે સબંધ માટે
સમય નહોતો કાઢયો,
આજે
એમની પાસે,
સમય કાઢવા માટે
કોઈ સબંધ નથી.!!

x - x - x - x

બધું જ મળશે તમને સાહેબ,
જયારે તમે નસીબ કરતા તમારી 
મહેનત પર વધારે ભરોસો કરશો !!

x - x - x - x

જયારે પણ કોઈ સમસ્યા આવે છે,
ત્યારે એ સમાધાન પણ સાથે લઈને આવે છે !!

x - x - x - x

પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો કારણ કે,
કેરી કેમિકલથી પાકે ને આંબે પાકે એમાં ઘણો ફેર પડે છે !!

x - x - x - x

ઘમંડ કોઈનો રહ્યો જ નથી સાહેબ,
કેમ કે તુટતા પહેલા ગલ્લાને પણ 
એમ જ હોય કે બધા પૈસા મારા છે !!