Heart attack and water

Heart attack and water

Heart attack and water

હાર્ટએટેક અને પાણી

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! માહીતી રસપ્રદ છે.

બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પુછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે?

‘હૃદયરોગ’ ડૉક્ટરે જવાબ આપ્યો: જયારે તમે ઉભેલા હો ત્યારે ગુરુત્વાકર્ષણના કારણે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કીડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે.

એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવી જ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડૉક્ટરે આપેલી ખુબજ અગત્યની માહીતી આપી અને યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.

 

  • સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરીક અંગો સક્રીય થાય છે.
  • જમવાના અડધા કલાક પહેલાં ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રીયા સક્રીય થાય છે.
  • સ્નાન કરતાં પહેલાં ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.
  • રાત્રે સુતાં પહેલાં ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
  • રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ (સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી. સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો પાણી ના મળે તો સ્નાયુઓ જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થઈ જાઓ.

નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.

મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઉંઘમાં હાર્ટએટેક આવે છે ત્યારે તેઓ જાગ્યા હોતા નથી, પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાઓ છો.

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતાં પહેલાં પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.


Comment As:

Comment (0)