TOP 10 Gujarati Suvichar
TOP 10 Gujarati Suvichar
- By Admin --
- Tuesday, 19 Jan, 2021

ઈર્ષા કરવાનો સીધો મતલબ એ છે,
કે તમે સામેવાળી વ્યક્તિને તમારા
કરતા શ્રેષ્ઠ માની લીધી છે !!
x - x - x - x
બંને તરફથી સચવાય તો જ સંબંધમાં મીઠાશ રહે,
બાકી એક તરફથી શેકાય તો રોટલી પણ બળી જાય છે !!
x - x - x - x
જે નથી એના વિચારો કરવાનું છોડી દો સાહેબ,
નહીં તો જે છે એ પણ ભોગવવા નહીં મળે !!
x - x - x - x
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ !!
x - x - x - x
નિર્દોષ લાગણીઓ ત્યાં જ નમી જાય છે,
નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે !!
x - x - x - x
ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે !!
x - x - x - x
કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં,
આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.
x - x - x - x
જેમ જેમ તમારું નામ ઉંચું થતું જાય એમ શાંત રહેતા શીખો સાહેબ,
કારણ કે અવાજ હમેંશા સિક્કાઓ કરે છે નોટો નહીં.
x - x - x - x
બાળપણમાં એકબીજા સાથે સંતાઈને રમતા,
હવે બધા એકબીજા સાથે રમીને સંતાઈ જાય છે.
x - x - x - x
બદલાયેલું વર્તન બધાને ખુંચે છે,
છતાં બદલાવાનું કારણ ક્યાં કોઈ પૂછે છે !!